MSME (એમ.એસ.એમ.ઇ) બાકી લેણું – MSME (એમ.એસ.એમ.ઇ) વિક્રેતા પાસેથી 45 દિવસથી વધુ બાકી રહેલા લેણાંની વસૂલાતના રસ્તાઓ.

ભારત સરકારે નોંધણી થયેલ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ( MSME ) ની ચુકવણી ને સુરક્ષિત રાખવા માટે ઘણી પહેલ કરી છે.

કોઈ કંપની કે જેણે એમ.એસ.એમ.ઇ હેઠળ નોંધણી કરાવી છે અને તે તેના ગ્રાહક પાસેથી લાંબા સમયથી બાકી લેણાં પ્રાપ્ત કરવાં માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો તે કંપની ગ્રાહક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એમ.એસ.એમ.ઇ વિભાગ નો સંપર્ક કરી શકે છે.
આવી કંપનીએ નીચે ની પ્રક્રિયા અનુસરવાની રહેશે : –

  1. તમારી કંપની / એલ.એલ.પી / ભાગીદારી વગેરે ને એમ.એસ.એમ.ઇ તરીકે નોંધણી કરો અને એમ.એસ.એમ.ઇ પ્રમાણપત્ર [ઉદ્યોગ આધાર નંબર (UAN)] મેળવો.
  2. ગ્રાહક ના તમામ ઔપચારિક ખરીદી ઓર્ડર અને તમામ ઓર્ડર ના ડિલિવરી પુરાવા નો રેકોર્ડ રાખો.
  3. તમારાં બધા ઇનવોઇસ પર, “45 દિવસથી વધુ ની વિલંબિત ચુકવણીની રકમ, આરબીઆઈ દ્વારા સૂચિત બેંક દર ના ત્રણ ગણા માસિક વ્યાજ દર સાથે ચુકવવાની રહેશે” ની નોંધ સાથે “તમારી કંપનીનું નામ અને યુ.એ.એન” નો ઉલ્લેખ કરો

4.જો કોઈ પણ ગ્રાહક તમારી ચુકવણી ને ગેરવાજબી રીતે 45 દિવસથી વધારે વિલંબિત રાખે છે, તો તેમને જણાવો કે જો તે 10 દિવસમાં ચુકવણી નહીં કરે તો બાકી લેણાં પ્રાપ્ત કરવા માટે તમે એમ.એસ.એમ.ઇ સમાધાન નો સંપર્ક કરશો.

  1. જો તે હજી પણ ચુકવણી કરતાં નથી, તો www.samadhaan.msme.gov.in પર ફરિયાદ નોંધાવો.
  2. માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ (એમ.એસ.ઈ.એફ.સી) તરફથી તમારા ગ્રાહકને એક નોટિસ મળશે, જેમા તે ગ્રાહકને નિયત સમયમાં (સામાન્ય રીતે 15 ~ 30 દિવસ) પાલન સાથેનો જવાબ આપવા માટે કહેશે.

મહત્વપૂર્ણ પ્રશ્ન: –

Q.1 એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ શું છે?
જવાબ:એમ.એસ.એમ.ઇ સમાધાન એ એક પોર્ટલ છે, જે ડી.સી ઓફિસ (એમ.એસ.એમ.ઇ) અને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (મંત્રાલય) દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ (એમ.એસ.ઈ) વિલંબિત ચુકવણી અંગેની અરજી ઓનલાઇન કરી શકે છે.

Q.2 શું એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ પર દાખલ અરજી પર એમ.એસ.એમ.ઇ મંત્રાલય કાર્યવાહી કરે છે?
જવાબ :ના, એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ નું નિર્માણ એમ.એસ.એમ.ઇ મંત્રાલયે ફક્ત કંપની ને વિલંબિત ચુકવણી અંગે ની ઓનલાઇન અરજી કરવા માટે ની સુવિધા પૂરી પાડવા માટે જ કર્યું છે. એક વખત અરજી નોંધાઈ જાય છે, પછી તે આપમેળે એમ.એસ.એમ.ઈ.ડી એક્ટ- 2006 ની જોગવાઈ અનુસાર રાજ્ય / કેન્દ્ર-શાસિત દ્વારા સ્થાપિત સંબંધિત માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ (એમ.એસ.ઈ.એફ.સી) ને ઓનલાઇન મોકલી આપવામાં આવે છે. વિલંબિત ચુકવણી અંગે ની અરજીની કાર્યવાહી સંબંધિત એમ.એસ.ઈ.એફ.સી દ્વારા જ કરવામાં આવે છે.

Q.3 શું એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ પર અરજી કરવા માટે ઉદ્યોગ આધાર મેમૉરેન્ડમ (UAM) ભરવું ફરજિયાત છે?
જવાબ :હા, એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે યૂ.એ.એમ ભરવું ફરજિયાત છે.

Q.4 હું ઉદ્યોગ આધાર મેમૉરેન્ડમ (યુએએમ) નંબર કેવી રીતે મેળવી શકું?
જવાબ :ઉદ્યોગ આધાર માટે ની નોંધણી નીચે આપેલ એમ.એસ.એમ.ઇ મંત્રાલય ની સત્તાવાર વેબસાઇટના સરનામાં પર ઓનલાઇન કરી શકાય છે. https://udyogaadhaar.gov.in/UA/UAM_Regifications.aspx

Q.5 શું વિલંબિત ચુકવણી ની અરજી એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ પર ઓનલાઇન કરવી ફરજિયાત છે?
જવાબ :ના, એમ.એસ.એમ.ઇ સમાધાન પોર્ટલ ફક્ત વિલંબિત ચુકવણી અંગે ની ઓનલાઇન અરજી કરવાની સુવિધા પૂરી પાડવા માટે જ બનાવવામાં આવ્યું છે. તમે સંબંધિત એમ.એસ.ઈ.એફ.સી પર રૂબરૂ જઈને પણ અરજી કરી શકો છો.

Q.6 એક થી વધારે ઇનવોઇસ કેવી રીતે અપલોડ કરવા?
જવાબ :એક થી વધારે ઇનવોઇસની એક પીડીએફ બનાવી અપલોડ કરી શકાય છે. મૌખિક ખરીદી ઓર્ડર ના એફિડેવિટની પણ એક પીડીએફ બનાવવાની રહેશે.

Q.7 ઓ.ટી.પી કયા ઇ-મેઇલ પર મોકલવામાં આવે છે?
જવાબ: ઉદ્યોગ આધારમાં નોંધાયેલ ઇ-મેઇલ આઈડી પર ઓ.ટી.પી મોકલવામાં આવે છે.

Q.8 એમ.એસ.ઈ.એફ.સીને કેસ નક્કી કરવા માટે ની સમય મર્યાદા શું છે?
જવાબ: એમ.એસ.ઈ.એફ.સીને અરજી આપ્યાના 90 દિવસમાં.

અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને તમારી મહેનત ની રકમ પાછા મેળવવામાં મદદ કરશે.

અસ્વીકરણ:- આ લેખ ફક્ત માહિતી માટે જ છે અને કોઈપણ વ્યાવસાયિક સલાહ તરીકે ઉપયોગમાં લેવો નહીં.

Leave A Reply